વકીલ મોડેલ સ્કૂલ નું ગૌરવ

વકીલ મોડેલ સ્કૂલ નું ગૌરવ

Daily News
 નિવૃત્ત શિક્ષક  અશરફ ચુડાસમાના વરદ હસ્તે 78 માં સ્વાતંત્ર્યદિને ધ્વજ ફરકાવવામાં આવ્યો…
  વકીલ મોડેલ સ્કૂલના નિવૃત્ત ઉત્સાહી શિક્ષક, ગુજરાત સરકાર દ્વારા સને 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર માનનીયશ્રી અશરફ  ચુડાસમા  સાહેબના વરદ હસ્તે 78 માં સ્વાતંત્ર્યદિને  ભીલાડ પ્રાથમિક શાળામાં  ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ  ધ્વજવંદનના કાર્યક્રમમાં વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ માનનીયશ્રી પિયુષ શાહ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અસરફ ચુડાસમા સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ ભારતદેશનું જતન કરવું, આ દેશને વફાદાર રહેવું, એ આ દેશના તમામ નાગરિકોની ફરજ છે. આવો! આપણે પહેલાં આપણી ફરજો અદા કરીએ. દેશના વિકાસ માટે, રાષ્ટ્રની પ્રગતિ માટે સૌને સાથે મળીને, એક સાથે રહીને અથાગ પ્રયત્નો કરવા, અને સૌને .દેશભક્તિના રંગોથી રંગાઈ જવા આહવાન કર્યું હતું. અંતે   જણાવ્યું હતું કે:-
જબ હમારી આંખે ખૂલે તો, ધરતી હિન્દુસ્તાન કી હો.
આંખે બંધ હો તો, યાદે હિન્દુસ્તાનકી હો દોસ્તો! હમ મર ભી જાયે તો કોઈ ગમ નહી, લેકિન…
મરતે વકત મિટ્ટીહિન્દુસ્તાનકી હો.
શાળાના બાળકોએ  દેશભક્તિ તેમજ રાષ્ટ્રપ્રેમ પ્રત્યેના પોતાના ઉમદા વિચારો વ્યક્ત કરીને દેશભાવનાને ઉજાગર કરી હતી. “ભારત માતાકી જય”, “વંદે માતરમ”ના નાદ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.શાળાના ઉત્સાહી આચાર્યા અમીષાબેન ગાંધીએ આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *