ઉમરગામ: 3 ઑગસ્ટ 2025ના રોજ સેન્ટર પોઇન્ટ, ગાંધીવાડી ખાતે ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ હતી “વોકલ ફોર લોકલ”, જેના અંતર્ગત 40થી વધુ સ્ટોલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું.
આ સ્ટોલ્સ મુખ્યત્વે સ્થાનિક મહિલાઓ દ્વારા સંચાલિત હતા અને ઘરેલુ ઉપયોગી વસ્તુઓનો સમાવેશ કરતા હતા. સેન્ટર પોઇન્ટ દર વર્ષે આ પ્રકારનું પ્લેટફોર્મ પૂરો પાડી સ્થાનિક વ્યાપારને પ્રોત્સાહન આપે છે.
આ પ્રદર્શનમાં 2000થી વધુ લોકોએ હાજરી આપી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બાળ અને મહિલા વિકાસ અધિકારી શ્રેમતી શ્વેતા દેસાઈ તેમજ સેલિબ્રિટી મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય પાત્ર મયુર વકાની (સુદર મમ્મા) ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા તથા મહિલાઓને સ્વરોજગારમાં આગળ ધપાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું. સેન્ટર પોઇન્ટ ઉમરગામના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું
|
|

